
Junagadh : ગીરના જંગલમાંથી સામે આવેલો એક સુંદર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ વાઘ અને સિંહના નાના બચ્ચાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માતા દ્વારા તરછોડાયેલા આ બચ્ચાંને સમયસર રેસ્ક્યૂ કરી સક્કરબાગ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારથી ઝૂના કર્મચારીઓની દેખરેખ હેઠળ તેમની સંભાળ અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.

ગીર અભયારણ્યમાં પ્રથમ વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઊઠી છે. હરિયાળીની વચ્ચે માતા સિંહણ સાથે રમતા સિંહબાળોનો મનમોહક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વન્યજીવ પ્રેમીઓનું દિલ જીતી રહ્યો છે.

રાજકોટ પ્રાણીઉદ્યાનમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાઈ સિંહણ 'ધારા'એ 11 જૂન, 2026ની રાત્રે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. માતા અને ત્રણેય બચ્ચાં સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું ઝૂ તંત્રએ જણાવ્યું છે. નવા જન્મ સાથે રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 17 થઈ છે, જ્યારે અત્યાર સુધી અહીં કુલ 55 સિંહબાળનો જન્મ નોંધાઈ ચૂક્યો છે.