
Dang Farmers Protest: પાક નુકસાનના સર્વે અને યોગ્ય વળતરની માગ સાથે સામાજિક આગેવાન મહેશ આહીરે આજથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે.

Rajkot : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી એમ.જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ આજે પણ યથાવત છે. હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉથી સવાલો ઉઠાવ્યા.

અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે હાઈકોર્ટના આદેશ અને તબીબી સલાહના આધારે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની ભૂખ હડતાળનો આજે 21મો દિવસ હતો. હોસ્પિટલ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે તેમની પત્નીએ પરિવાર અને સારવાર કરી રહેલા ડૉક્ટરોની મંજૂરી વિના કોઈપણ સારવાર શરૂ ન કરવાની અપીલ કરી છે.