
Bahucharaji Temple Renovation: બહુચરાજી મંદિરના નવીનીકરણ દરમિયાન તૂટેલા પથ્થરો લગાવવાના મુદ્દે અગાઉ વિવાદ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હવે મંદિરના ચાલી રહેલા...

Salangpur Hanumanji : બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજીને આજે વિશેષ અને મનમોહક ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો.

Gir Somnath : શ્રાવણના પ્રથમ સોમવારે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. વહેલી સવારથી જ સોમનાથમાં હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે સમગ્ર સોમનાથ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Shamlaji Temple: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મનોરથને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને આકર્ષક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Aravalli Shamlaji Temple : અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શામળાજીના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર ખાતે વિવિધ ધાર્મિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાવન-ભાદો અને નૌકા વિહાર મનોરથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

અધિક માસની પવિત્ર પૂનમના અવસરે યાત્રાધામ ડાકોરમાં આસ્થાનું વિરાટ દ્રશ્ય જોવા મળ્યું. રાજા રણછોડરાયના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભર તેમજ બહારના રાજ્યોમાંથી લાખો ભાવિકો ડાકોર પહોંચ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે સમગ્ર ડાકોર નગર ભજન-કીર્તન અને જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.