
Dang : હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં નદીઓ અને નાના ઝરણાં સક્રિય બન્યા છે.

ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. 🌧️🌾