W

World Cup 2026

FIFA વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ: જર્મની બહાર

FIFA વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ: જર્મની બહાર

ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ સર્જાયો છે. ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીને પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. નિર્ધારિત સમય 1-1થી ડ્રો રહ્યા બાદ રમાયેલા શૂટઆઉટમાં પેરાગ્વેએ દબાણ વચ્ચે શાનદાર રમત બતાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલ (છેલ્લા-16)માં સ્થાન નિશ્ચિત કર્યું.

Rahul Desai
ડીઆર કોંગોએ રચ્યો ઇતિહાસ, 52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં જીત; પ્રથમ વખત નોકઆઉટમાં એન્ટ્રી

ડીઆર કોંગોએ રચ્યો ઇતિહાસ, 52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં જીત; પ્રથમ વખત નોકઆઉટમાં એન્ટ્રી

ફીફા વર્લ્ડ કપ 2026માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo)એ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ઉઝબેકિસ્તાનને 3-1થી હરાવીને ટીમે 52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ જીત સાથે ડીઆર કોંગોએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં પણ સ્થાન સુનિશ્ચિત કર્યું છે.

Rahul Desai
હેરી કેનનો ઐતિહાસિક કારનામો, વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

હેરી કેનનો ઐતિહાસિક કારનામો, વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

ફીફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને ઇતિહાસ રચ્યો છે. પનામા સામે ગોલ ફટકારીને કેને વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરવાનો ગેરી લિનેકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિદ્ધિ સાથે હેરી કેને વધુ એક સુવર્ણ અધ્યાય પોતાના નામે લખાવ્યો છે.

Rahul Desai
મોહમ્મદ સલાહનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવી ઈજિપ્તે વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત નોંધાવી

મોહમ્મદ સલાહનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવી ઈજિપ્તે વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત નોંધાવી

ફીફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ-જીની મહત્વપૂર્ણ મેચમાં ઈજિપ્તે ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવીને ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં 92 વર્ષ બાદ ઈજિપ્તને પ્રથમ જીત મળી છે. ટીમની આ ઐતિહાસિક જીતમાં સ્ટાર ફૂટબોલર Mohamed Salah હીરો સાબિત થયા હતા.

Rahul Desai