
Bhupendra Patel US Visit: વોશિંગ્ટન: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાતના ચોથા દિવસે વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ કર્યો હતો.

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે ‘America250’ નામનું વર્ષભર ચાલનારા અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ દેશભક્તિ કાર્યક્રમો, રાષ્ટ્રીય સ્મારકોના સંરક્ષણ અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવશે.