
અભિનેત્રી સારા અલી ખાને રવિવારે પોતાના ચાહકો સાથે એક ખાસ પારિવારિક ક્ષણ શેર કરી છે. સારાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો કોલાજ પોસ્ટ કર્યો, જેમાં તેમની દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથેના યાદગાર પળો જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી ભારે પ્રશંસા મેળવી રહી છે.

દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે આ વખતે કારણ તેમની કોઈ ફિલ્મ નહીં પરંતુ તેમની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો છે. અભિનેત્રીની કેટલીક તાજેતરની તસવીરો વાયરલ થતાં ચાહકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

પ્રખ્યાત રેપર બા્દશાહ અને પંજાબી અભિનેત્રી ઇશા રીખીના લગ્ન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લગ્નની તસવીરો બાદ બંનેના લગ્નને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ બંનેએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નહોતી. હવે ઈશા રીખીએ ખુદ પોતાના સંબંધને સ્વીકારી લીધો છે.