
જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ત્રણેય બાળકોની હાલત ગંભીર છે. આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી અથવા અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

ચોમાસાની ઋતુ એક તરફ ઠંડક અને રાહત લઈને આવે છે, પરંતુ બીજી તરફ અનેક ચેપી રોગોનું જોખમ પણ વધારી દે છે. તેમાં આંખોના ચેપ તરીકે ઓળખાતો કન્જંક્ટિવાઇટિસ અથવા આઈ ફ્લૂ સૌથી સામાન્ય સમસ્યાઓમાંનો એક છે. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આઈ ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.