
Valsad News : ગુજરાત રાજ્યમાં સિટી સરવે અને જમીન દફ્તર શાખાના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળની અસર હવે બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી...

Vapi News: વાપીના એક સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોઈ ઉત્સુકતાથી શરૂ થયેલી સફર આજે ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે.

વલસાડ જિલ્લામાં ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત ટીમે મોટું મેગા ઓપરેશન પાર પાડી વાપીમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. વાપીના કુંતા ગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડતા કરોડો રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે.