
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર ભીષણ મિસાઇલ હુમલા કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ બંને દેશોને હુમલાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. રવિવારે રાત્રે ઈરાને ઈઝરાયલના અનેક શહેરો પર હુમલા કર્યા હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો અને ઇઝરાયલને બદલો ન લેવા વિનંતી કરી.

‘ઇરાન વાયર’ના અહેવાલ અનુસાર, ઇરાની સંસદની નેશનલ સિક્યુરિટી અને ફોરેન પોલિસી કમિટીના ચેરમેન Ebrahim Aziziએ જણાવ્યું કે ઇસ્લામિક રિપબ્લિકની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા “કાઉન્ટર-એક્શન” નામની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને 50 મિલિયન યુરો ઇનામ આપવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈરાનના દાવા મુજબ, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકી યુદ્ધજહાજો પ્રવેશવાનો પ્રયાસ કરતા ઈરાની નૌસેનાએ ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. સાથે જ ઈરાને આક્ષેપ કર્યો કે અમેરિકાએ તેની નાગરિક બોટ્સ પર હુમલો કર્યો, જેમાં 5 લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ બોટ્સને ઈરાનની સૈનિક સંસ્થા સાથે જોડાયેલી ગણાવી છે.