
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયા પાસેથી સતત શાનદાર પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ નવી સીઝનની શરૂઆત જ નિરાશાજનક રહી છે. આયર્લેન્ડ બાદ હવે ઇંગ્લેન્ડ સામે પણ T20 શ્રેણીમાં હાર મળતા ટીમના પ્રદર્શન, કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સતત પાંચ મેચમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટમાં આત્મમંથનની માંગ ઉઠી છે.

ભારતીય બધિર (Deaf) મહિલા ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. ટીમ પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે શ્રીલંકા રવાના થવા જઈ રહી છે, જ્યાં 7 જુલાઈથી 13 જુલાઈ 2026 દરમિયાન પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે. આ શ્રેણી ભારતીય બધિર મહિલા ક્રિકેટ ટીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્તાવાર ડેબ્યૂ તરીકે નોંધાશે.

ઇંગ્લેન્ડ એ સામે રમાનારી વનડે અને ટી20 શ્રેણી માટે ભારત એ મહિલા ક્રિકેટ ટીમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. મહિલા પસંદગી સમિતિએ જાહેર કરેલા નવા સ્ક્વોડ મુજબ નિકી પ્રસાદ અને મિન્નૂ મણિને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નિકી પ્રસાદને ભારત એની ટી20 ટીમમાં જ્યારે મિન્નૂ મણિને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓને પ્રેમા રાવતના સ્થાને તક આપવામાં આવી છે.