
નવી દિલ્હી: સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારણા માટે જાણીતા સોનમ વાંગચુકે લદ્દાખ પરત ફરતી વખતે પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. આ અનુભવ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને ભારતીય રેલવે અને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે આર્ચ બ્રિજની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. વીડિયોમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને ટ્રેનમાં મુસાફરી કરવી હંમેશા ગમે...

NEET-UG પેપર લીક મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે CJP (Cockroach Janata Party)ના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની મુલાકાત કરી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, નડ્ડાએ આ મુદ્દે પક્ષના નેતૃત્વ સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે, જ્યારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

જંતર-મંતર પરથી સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને અચાનક સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની પત્ની ગીતાંજલિ અંગમોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ સાથે પોલીસની કાર્યવાહી અને હોસ્પિટલની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે હાઈકોર્ટના આદેશ અને તબીબી સલાહના આધારે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની ભૂખ હડતાળનો આજે 21મો દિવસ હતો. હોસ્પિટલ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે તેમની પત્નીએ પરિવાર અને સારવાર કરી રહેલા ડૉક્ટરોની મંજૂરી વિના કોઈપણ સારવાર શરૂ ન કરવાની અપીલ કરી છે.

સોનમ વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા છે. સતત બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં અરજી કરીને સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પેપર લીક અને પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓના વિરોધમાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાવાના છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ પર દેશભરમાં નજર મંડાઈ છે. આ પ્રદર્શનનો હેતુ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી અનિયમિતતાઓનો વિરોધ કરવાનો છે.