
Varachha Food Poisoning: સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 વર્ષીય માસૂમ બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો હાલ સદવિચાર હોસ્પિટલ, પુણાગામ ખાતે સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર...

Bhavnagar Sir T Hospital Review Meeting: સુરત ખાતે વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ, ભાવનગરની કામગીરી તથા નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ (PIU) અને ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીશ્રીએ નવા...

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગર જિલ્લાના સપડા ગામ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે મુલાકાત લઈને ભગવાન ગણપતિના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરના વિકાસકાર્યો, યાત્રાળુ સુવિધાઓ અને સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમજ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરમાં ભેળસેળિયા દવાઓ અને ગેરકાયદે વેચાણ સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં 6 કંપનીઓને સીલ કરવામાં આવી છે, જ્યારે પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ અને ઓનલાઈન નશીલા કફ સિરપના વેચાણ સામે પણ રાજ્યભરમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે.