
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આજથી Google Pay, PhonePe અને Paytm જેવા UPI એપ્સમાં હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જેવી બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમનો હેતુ સાયબર ફ્રોડ ઘટાડીને યુઝર્સના ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

Paytm: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે Paytm પેમેન્ટ્સ બેંકને આપવામાં આવેલું બેંકિંગ લાઇસન્સ રદ કરી દીધું છે. એક નિવેદનમાં, RBIએ કહ્યું કે, લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. કારણ કે, બેંકના કાર્યો એવી રીતે ચલાવવામાં આવી રહ્યા હતા, જે બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનિકારક હતા.