
India Seychelles Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થતાં ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ સાથે તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. સેશેલ્સની રાજધાની વિક્ટોરિયામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભારતીય નૌસેનાના યુદ્ધજહાજો INS Tarkash અને INS Ikshak પણ પહોંચ્યા હતા. સાથે જ આસામ...

સુરતમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ સ્થળને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, જ્યારે વડાપ્રધાનની આકૃતિ અને "સ્વચ્છ સુરત, સુંદર સુરત"ના સંદેશ સાથે તૈયાર કરાયેલી વિશાળ રંગોળી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પૂર્વે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસ એક્શનમાં જોવા મળી હતી. પોલીસ દ્વારા અનોખી પહેલરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.