
PM Modi Indonesia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર, દરિયાઈ સહયોગ, સંરક્ષણ અને ડિજિટલ અર્થતંત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

PM Modi Indonesia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય પ્રવાસે સોમવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. લેન્ડિંગ પહેલાં ઈન્ડોનેશિયાની વાયુસેનાના ફાઇટર જેટ્સે વડાપ્રધાન મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. આ સન્માન વિશેષ રાજકીય સ્વાગતનો ભાગ માનવામાં આવે છે.