
Surat Bullet Train Station: સુરતનું ત્રણ માળનું બુલેટ ટ્રેન સ્ટેશન ડાયમંડ થીમ પર તૈયાર થઈ રહ્યું છે. અહીં એરપોર્ટ જેવી સુવિધાઓ, મેટ્રો અને BRTS કનેક્ટિવિટીનું આયોજન છે.

અમદાવાદ: દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે. મહારાષ્ટ્રના ઠાણે ખાડી વિસ્તારમાં દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ માટે બીજી ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર 508 કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં વિદ્યુતીકરણનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ પ્રોજેક્ટ અંતર્ગત...

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ નોંધાઈ છે. અમદાવાદના અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબા 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 1,004 મેટ્રિક ટન વજન ધરાવતો આ બ્રિજ અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈડ્રોલિક સિસ્ટમની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે નિર્ધારિત 17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજનું કામ પૂર્ણ થયું છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગનો અનોખો કમાલ જોવા મળ્યો છે. સાબરમતી ખાતે ચાલુ અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન ઉપર આશરે 1,640 મેટ્રિક ટન વજનનો મહાકાય RCC પોર્ટલ બીમ માત્ર ત્રણ કલાકમાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યો છે. આ અંતિમ અને સૌથી ભારે બીમના લોન્ચિંગ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોર માટેના તમામ 13 હેવી પોર્ટલ બીમની કામગીરી પૂર્ણ થઈ છે.