
IIT Bombay News : મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT બોમ્બેના કેમ્પસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં ગુરુવારથી ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ થયો છે. બે દિવસીય આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમનો હેતુ ફિલ્મ, ટેલિવિઝન, એનિમેશન, VFX, ગેમિંગ, સંગીત અને ડિજિટલ મીડિયા સહિતના ક્રિએટિવ ઉદ્યોગોમાં વૈશ્વિક સહયોગ, રોકાણ અને વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપવાનો છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈ સ્થિત સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ના કાર્યાલયની મુલાકાત દરમિયાન નવા અત્યાધુનિક ડેટા કલેક્શન એન્ડ વેરિફિકેશન સપોર્ટ સેન્ટર (આઈટી સર્વર રૂમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધાનો હેતુ ડિજિટલ વહીવટને વધુ સુરક્ષિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેથી એસઆરએની ઈ-ગવર્નન્સ વ્યવસ્થાને વધુ મજબૂતી મળી શકે.

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોરદાર જામ્યું છે અને અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મહારાષ્ટ્રમાં પણ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ નજીક આવેલા માનખૂરદ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 7...

Mumbai School Van Tree Accident: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મંગળવારે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સ્કૂલના બાળકોને લઈ જતી એક વાન પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું, જ્યારે અનેક બાળકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. માહિતી અનુસાર, ચેમ્બુરના 11 નંબર રોડ પરથી યુનિવર્સલ સ્કૂલની વાન પસાર થઈ...

મુંબઈ નજીકના નાલાસોપારા વિસ્તારમાંથી ટીવી ઇન્ડસ્ટ્રીને ઝંઝોળી નાખે તેવી દુઃખદ ખબર સામે આવી છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેના નિધનના સમાચાર મળતા ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 30 વર્ષીય અભિનેત્રીએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓને અગાઉ નક્કી કરાયેલા વિદેશ પ્રવાસ તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયકો માટે જાપાનનો નક્કી કરાયેલો અભ્યાસ પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે.

Mumbai Hotel Terror Threat Taj Trident: તાજમહેલ પેલેસ અને ટ્રાઇડેન્ટ હોટેલ પર આતંકવાદી હુમલાની ધમકી મળ્યા બાદ મુંબઈમાં હડકંપ મચી ગયો હતો. ધમકીભર્યા ફોન કોલ કરનાર શંકાસ્પદ વ્યક્તિને મુંબઈ પોલીસે સાયન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ તાજમહેલ પેલેસ હોટેલ અને ટ્રાઇડેન્ટ હોટેલને આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે બંને હોટલોને નિશાન બનાવી શકાય છે.