
વડોદરા જેલમાંથી ફર્લો રજા પર બહાર આવેલા મોન્ટુ નામદાર સામે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી ગંભીર ગુનાઓ નોંધાયા છે. હત્યા કેસના સાક્ષીને ધમકી આપવાથી લઈને પોલીસ સાથે ગેરવર્તન અને પ્રોહિબિશન ભંગ સુધીના આરોપો સામે આવતા પોલીસે તેની સામે અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે. હાલ ફર્લો રજા પૂર્ણ થતાં મોન્ટુ નામદારને ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાડિયા વિસ્તારમાં દાદાગીરી માટે ચર્ચામાં રહેતો મોન્ટુ નામદાર પોલીસ કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા...