
રાજસ્થાનના બાલોતરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઊર્જા સંકટ અને ભારત દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ પુરવઠા પર ગંભીર અસર પડી હતી, પરંતુ ભારતે સમયસર લીધેલા નિર્ણયો અને અસરકારક કૂટનીતિના કારણે સંભવિત સંકટને સફળતાપૂર્વક ટાળી દીધું.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઊભી થતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર ગેસ પાઈપલાઈન અને કોલસામાંથી ગેસ બનાવવાના પ્રોજેક્ટ દ્વારા દેશને સસ્તો અને સ્થિર ગેસ પુરવઠો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

India Fuel Supply Middle East Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ભારત સરકારે દેશના લોકોને મહત્વપૂર્ણ આશ્વાસન આપ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. શક્ય હોય ત્યાં મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરો, કારપૂલિંગ અપનાવો, માલ પરિવહન માટે રેલને પ્રાથમિકતા આપો અને શક્ય હોય ત્યાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ