
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ રેડ લાઇટ થેરાપી લેતા જોવા મળે છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું કે મસલ્સ બનાવવા માટે ત્રણ બાબતો સૌથી મહત્વપૂર્ણ છે—કસરત, સારું ખાવું અને રિકવરી, જેમાં તેઓ હાલ રેડ લાઇટ થેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તેમણે મજાકમાં લખ્યું કે “આમને હાથ લગાવવું પણ મનાઈ છે.”

શેખર કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને કહ્યું કે ડેનિયલ ક્રેગ બાદ આગામી ‘જેમ્સ બોન્ડ’ માટે તેમની પસંદગી જ્હોન અબ્રાહમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડેનિયલ ક્રેગને પણ પ્રોડ્યુસર્સે તેમની ફિલ્મ ‘એલિઝાબેથ’માં જોયા બાદ જેમ્સ બોન્ડ માટે પસંદ કર્યા હતા.