
ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ રથયાત્રાને ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને લોકકલ્યાણનું પ્રતિક ગણાવી ભગવાન જગન્નાથજી સમક્ષ દેશની સુખ-સમૃદ્ધિ, એકતા અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના વ્યક્ત કરી છે.

Ahmedabad Jagannath Rath Yatra 2026: અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા....

અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની 16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસના વિવિધ યુનિટ દ્વારા સંયુક્ત રીતે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF), BSF, SRP સહિત વિવિધ સુરક્ષા દળો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ,...

અમદાવાદના સરસપુરમાં આજે જગતના નાથના મામેરા દર્શનને લઈ ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વૃંદાવનથી ખાસ મંગાવાયેલા મુગટ અને કાપડથી ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાની વીંટી, ચેન અને ચાંદીના આભૂષણો ધરાવી પરંપરાગત રીતે મામેરું કરાયું હતું. પોતાના પ્રિય ભાણિયાઓના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર સરસપુર ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.