સરસપુરમાં જગતના નાથના મામેરા દર્શન, વૃંદાવનથી મંગાવાયેલો મુગટ અને વસ્ત્રોમાં સજ્યા ભગવાન

અમદાવાદના સરસપુરમાં આજે જગતના નાથના મામેરા દર્શનને લઈ ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વૃંદાવનથી ખાસ મંગાવાયેલા મુગટ અને કાપડથી ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાની વીંટી, ચેન અને ચાંદીના આભૂષણો ધરાવી પરંપરાગત રીતે મામેરું કરાયું હતું. પોતાના પ્રિય ભાણિયાઓના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર સરસપુર ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
Rahul Desai
Rahul Desai
સરસપુરમાં જગતના નાથના મામેરા દર્શન, વૃંદાવનથી મંગાવાયેલો મુગટ અને વસ્ત્રોમાં સજ્યા ભગવાનસરસપુરમાં જગતના નાથના મામેરા દર્શન, વૃંદાવનથી મંગાવાયેલો મુગટ અને વસ્ત્રોમાં સજ્યા ભગવાન

અમદાવાદ: અમદાવાદના સરસપુરમાં આજે જગતના નાથના મામેરા દર્શનને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાનના વિશેષ મામેરા દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પોતાના પ્રિય ભાણિયાઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભગવાનના વિશેષ શણગાર માટે મુગટ અને કાપડ વૃંદાવનથી ખાસ મંગાવવામાં આવ્યા હતા. ઝરદોશી અને રેશમ વર્કથી ભગવાનના આકર્ષક વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સજેલા ભગવાનના દિવ્ય સ્વરૂપે ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું.

મામેરા પ્રસંગે ભગવાનને સોનાની વીંટી, સોનાની ચેન, ચૂંદડી તેમજ ચાંદીના વિવિધ આભૂષણો ધરાવવામાં આવ્યા હતા. યજમાન પક્ષ દ્વારા પરંપરાગત રીતે ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું.

જગતના નાથના મામેરા દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સરસપુર પહોંચ્યા હતા. ભાણિયાઓના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો.