
Gujarat Citizens Freed from Ethiopia: અમેરિકા જવા નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ ગુજરાતીઓને ઇથોપિયામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. મુક્ત થયા બાદ ત્રણેય યુવકો સવારે આશરે 3 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા....

દિલ્હી પોલીસે નવજાત બાળકોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા એક મોટા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને પાંચ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી અને રાજસ્થાનમાંથી પકડાયા છે.

રાજકોટ શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા કથિત કુટણખાણા પર એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બસ સ્ટેશન નજીક આવેલા ગોલ્ડ સ્પા પર દરોડો પાડી પોલીસે દેહવ્યાપાર સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે સ્પાના સંચાલક અને મેનેજરની ધરપકડ કરી તેમની સામે ઇમોરલ ટ્રાફિકિંગ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.