
Navi Pillay Nobel Peace Prize 2026: વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકાનાં ન્યાયવિદ્ નવનેથમ ‘નવી’ પિલ્લઈને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવા બદલ...

POK Local Elections: ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં યોજાઈ રહેલી કથિત સ્થાનિક ચૂંટણીઓને માત્ર "દેખાડો" ગણાવી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે POKમાં લોકશાહી નહીં પરંતુ દમન, ગોળીબાર અને માનવાધિકારના ઉલ્લંઘનની સ્થિતિ છે. સાપ્તાહિક મીડિયા બ્રિફિંગ દરમિયાન જયસ્વાલે જણાવ્યું કે POKમાં યોજાતી આ કથિત ચૂંટણી માત્ર વૈધતાનો ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ છે. વાસ્તવિકતા...

પંજાબના બરનાલામાં સફાઈ કર્મચારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ ગંભીર નોંધ લીધી છે. આ મામલે NHRCએ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ પાઠવીને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ રિપોર્ટ બે અઠવાડિયામાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે દેશમાં વેશ્યાવૃત્તિ સંબંધિત લગભગ 70 વર્ષ જૂના કાયદાનું ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અર્થઘટન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ મહિલા ફક્ત પોતાના ગુજરાન માટે વેશ્યાવૃત્તિમાં જોડાય છે, તો તેના રહેઠાણને કાયદેસર રીતે 'વેશ્યાલય' ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો તે સ્થળે કોઈ અન્ય સેક્સ વર્કર કે કોઈ વચેટિયા (દલાલ) સંડોવાયેલા ન હોય, તો પોલીસ તે જગ્યા પર તેના આધારે કાર્યવાહી કરી શકતી નથી.

કોર્ટના નિર્દેશ મુજબ પોલીસ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓના માન-સન્માનનું રક્ષણ કરવામાં આવે અને કાયદેસર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનું જાહેર અપમાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.