
અમદાવાદ જિલ્લાના સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. થોડા સમય પહેલાં હોસ્પિટલની અવ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે કરવામાં આવેલા સ્ટિંગ બાદ હવે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા મૃતદેહને કલાકો સુધી હોસ્પિટલમાં અટકાવી રાખવો પડ્યો હતો, કારણ કે જવાબદાર ડોક્ટર હાજર ન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર હોસ્પિટલની કામગીરી જ નહીં, પરંતુ સમગ્ર આરોગ્ય તંત્રની જવાબદારી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સાણંદ: રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ સાણંદ સિવિલ હોસ્પિટલની હાલત જોતા અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન હોસ્પિટલની ચોંકાવનારી અને બેદરકારીભરી સ્થિતિ સામે આવી છે, જે આરોગ્ય તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સાણંદ સિવિલ હોસ્પિટલ હાલ લગભગ બંધ હાલતમાં...