
Mumbai Ahmedabad Bullet Train Project: ભારતના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટે હવે અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. દેશનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર આગામી વર્ષોમાં હકીકત બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માત્ર એક પરિવહન યોજના નહીં પરંતુ ભવિષ્યમાં દેશભરમાં બનનારા તમામ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે સ્ટાન્ડર્ડ મોડેલ તરીકે કામ કરશે. માત્ર 1 કલાક...

ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન આગામી વર્ષ 2027માં દોડવા માટે તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ સુરત અને વાપી વચ્ચેનો લગભગ 100 કિલોમીટર લાંબો માર્ગ વ્યાવસાયિક રીતે શરૂ કરવામાં આવશે.