ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડશે, સુરત-વાપી વચ્ચે શરૂ થશે હાઈસ્પીડ સફર



AI Generated Images
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડશે, સુરત-વાપી વચ્ચે શરૂ થશે હાઈસ્પીડ સફર



AI Generated Images
India First Bullet Train: ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન આગામી વર્ષ 2027માં દોડવા માટે તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ સુરત અને વાપી વચ્ચેનો લગભગ 100 કિલોમીટર લાંબો માર્ગ વ્યાવસાયિક રીતે શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. કુલ 508 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટમાં 348 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં, 156 કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રમાં અને 4 કિલોમીટરનો ભાગ દાદરા અને નગર હવેલીમાં આવે છે. ભારતીય રેલવેના એડિશનલ ડિરેક્ટર જનરલ ધર્મેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અનેક મહત્વપૂર્ણ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કામાં સુરત અને વાપી વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, જે દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આ રૂટનો પ્રથમ સ્ટેશન સાબરમતી હશે, ત્યારબાદ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, ઠાણે અને અંતે મુંબઈ સુધી ટ્રેન દોડશે. આ હાઈસ્પીડ ટ્રેનો 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. સંપૂર્ણ 508 કિલોમીટરનો પ્રવાસ માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ કરી શકાશે, જે હાલના પ્રવાસ સમયની સરખામણીએ અત્યંત ઝડપી રહેશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે જાપાનની વિશ્વપ્રસિદ્ધ ‘શિંકાન્સેન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મૂળ યોજના મુજબ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થવાનો હતો, પરંતુ વિવિધ વહીવટી અને તકનિકી કારણોસર તેમાં વિલંબ થયો હતો. હવે 2027માં સુરત-વાપી સેકશન શરૂ થવાથી ભારતના બુલેટ ટ્રેન યુગની સત્તાવાર શરૂઆત થશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



