
Jamnagar Brass Industry GST Protest: જીએસટીના જટિલ કાયદા અને વેપારીઓને અપાતી નોટિસોના મુદ્દે જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે. જીએસટીની મુશ્કેલીઓના વિરોધમાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગોએ સજ્જડ બંધ પાળ્યો હતો....

Gujarat Industrial Projects Approval 2026: મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ₹2,999 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી. ઔદ્યોગિક નીતિ-2015 દ્વારા રોકાણ અને...

વડોદરામાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ અંતર્ગત મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને રજૂ કરતા અત્યાધુનિક પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 150થી વધુ સ્ટોલ સાથે યોજાયેલું આ પ્રદર્શન મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.