
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના પાવન અવસરે ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે નીકળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 42મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવતી 16 જુલાઈએ સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરથી વિધિવત પૂજન અને મંગળ આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે. આશરે 29 કિલોમીટરના નિર્ધારિત માર્ગ પર નીકળનારી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.