
જામનગર શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયકારો સામે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ફાસ્ટફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી અને નોનવેજની દુકાનોમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 71 ફરસાણ અને ફાસ્ટફૂડ પેઢીઓમાં ચેકિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. AMC દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં શહેરભરના વિવિધ રેસ્ટોરન્ટ, ડેરી અને સ્ટોલમાંથી લેવામાં આવેલા 28 ફૂડ સેમ્પલ નિષ્ફળ જાહેર થયા છે, જેમાં અનેક જાણીતા ખાણીપીણીના સ્થળો પણ સામેલ છે.