
Jamnagar News : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Dwarka: દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષમાં ખેતી અને પશુપાલનને અસર થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક રાહતના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.