
Ahmedabad Police : અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ 8થી 10 જેટલા શખ્સોએ ભેગા મળી યુવક પર હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.

Adani New York Court Case Dismissed: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટએ અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ની અરજી સ્વીકારી ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને કાયમી ધોરણે રદ કરી દીધો છે. અમેરિકી કાનૂની ભાષામાં તેને ‘વિથ પ્રેજ્યુડિસ’ મતલબ કે આ જ...

વડોદરા જેલમાંથી ફર્લો રજા પર બહાર આવેલા મોન્ટુ નામદાર સામે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી ગંભીર ગુનાઓ નોંધાયા છે. હત્યા કેસના સાક્ષીને ધમકી આપવાથી લઈને પોલીસ સાથે ગેરવર્તન અને પ્રોહિબિશન ભંગ સુધીના આરોપો સામે આવતા પોલીસે તેની સામે અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે. હાલ ફર્લો રજા પૂર્ણ થતાં મોન્ટુ નામદારને ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના રાંધેજા મર્ડર કેસમાં પેથાપુર પોલીસને મહત્વની સફળતા મળી છે. મગનજી ઠાકોરની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે હત્યા પાછળ અંગત અદાવત અને મૃતકની પત્ની સાથે સંબંધ બાંધવાના પ્રયાસનું કારણ સામે આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.