
Arvalli જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકોમાં ભયનો માહોલ દેખાયો.

Junagadh : કેશોદમાં માર્કેટ યાર્ડ બાદ કેશોદ ચોકડી નજીક મર્સિડીઝ કાર અને બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કારે બે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ખાડી વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ઈરાને કતાર સહિત અનેક દેશોને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. કતારમાં ઈન્ટરસેપ્શન ઓપરેશન દરમિયાન કાટમાળ પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.