
ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા અને પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સહકારી ડેરીઓ દ્વારા સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિલ્હી મહાનગર પાલિકા (MCD) અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે ગોબરના વૈજ્ઞાનિક ઉપયોગ માટે કમ્પ્રેસ્ડ બાયો-ગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવા અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે આ પહેલ દેશના મોટા શહેરો માટે સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનનું નવું મોડેલ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન...