ફોટો ગેલેરી

Gujarat : કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા જાપાનનું પ્રતિનિધિમંડળ નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડશે

ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા અને પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સહકારી ડેરીઓ દ્વારા સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
1 / 5
Gallery Image 1

આ સંદર્ભે ગાંધીનગર ખાતે નાણા મંત્રી કનુ દેસાઈ, સહકાર મંત્રી જીતુ વાઘાણી તેમજ મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી.

2 / 5
Gallery Image 2

જાપાનના વિશિષ્ટ ડેલિગેશનમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ, JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ ટાકુરો તાકેઉચી તથા સીનિયર રિપ્રેઝન્ટેટિવ સોટા કોઇડે ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
Gallery Image 3

ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા તેમજ બાયોગેસની સાથે-સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાના હેતુથી સુઝુકી અને JICAના પ્રતિનિધિઓ દ્વારા નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગેનો એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

4 / 5
Gallery Image 4

પ્રાપ્ત થયેલા પ્રસ્તાવ અંગે થયેલી ચર્ચાના આધારે આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત રીતે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે, જે રાજ્યના હરિયાળા ભવિષ્ય માટે એક મોટું કદમ સાબિત થશે.

5 / 5
Gallery Image 5

આ બેઠકમાં સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભરત જોષી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બનાસ ડેરી તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો.

AUTHOR
Kunjan Shukal

Kunjan Shukal

Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.