
Ahmedabad Rickshaw Taxi Strike : અમદાવાદમાં આજથી રિક્ષા ચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થઈ છે. ‘રોજગાર બચાવો’ આંદોલન હેઠળ વિવિધ રિક્ષા યુનિયનો દ્વારા સ્વયંભૂ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં CNG ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. CNGના ભાવમાં રૂ.4નો વધારો થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી છે અને તેમણે આ સ્થિતિને "પડ્યા પર પાટુ" જેવી ગણાવી છે.

ડ્રાઇવર યુનિયનના જણાવ્યા મુજબ, જો 5મી તારીખ સુધીમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ ₹18 પ્રતિ કિલોમીટરનો દર લાગુ નહીં કરવામાં આવે તો રેલી યોજવામાં આવશે. ડ્રાઇવરોનું કહેવું છે કે હવે તેઓ શોષણ સહન નહીં કરે.