
Ahmedabad 149th Rath Yatra: અમદાવાદમાં આગામી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રા મહોત્સવને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્તનું વિશેષ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

Ahmedabad Jagannath Rath Yatra 2026 Jal Yatra: આગામી 16 જુલાઈના દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લગતા તમામ પ્રકારના કાર્યો મંદિર, પ્રશાસન, પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે.