
Jitu Vaghani: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ધામે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’માં પણ સહભાગી બની ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા.

Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર તીર્થ માત્ર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અહીં પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે છે ત્યારે મંદિર પરિસરનું બિલ્વવન પણ ભક્તિ અને સેવાભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.

Somnath Mahamrityunjaya Yagna: પવિત્ર શ્રાવણ માસના મંગલમય પ્રારંભ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર પરિસર અને સમગ્ર પ્રભાસક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન સોમનાથની આરાધના માટે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં અનેક...

Somnath: મેઘરાજાની અમીવર્ષા, ‘હર હર મહાદેવ’ના નાદ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ભક્તોએ પ્રાતઃ આરતીના દર્શન કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

Lord Shiva: ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ મહિનાની અમાસ પૂર્ણ થયા બાદ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. પૂર્ણિમાના દિવસે આકાશમાં ‘શ્રવણ’ નક્ષત્ર હોવાથી આ માસને શ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણને આધ્યાત્મિક ઊર્જા, તપ અને સાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઊઠે છે, જેના કારણે આ માસનું ધાર્મિક અને કુદરતી બંને રીતે વિશેષ મહત્ત્વ જોવા મળે છે.

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વર્ષે ભવ્ય 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથમાં શ્રાવણ મહિનો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન બનશે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટશે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે.

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ ૨૦૨૬માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાય દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે....