
ગાંધીનગર: ગુજરાતની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જનરેશન લોરા-ઈનેબલ્ડ (LoRa-enabled) સિસ્ટમ-ઈન-પેકેજ (SiP) પ્લેટફોર્મના વિકાસ માટે Semtech Corporation સાથે સહયોગ કરી રહી છે. સેમટેક કોર્પોરેશન એ હાઇ-એન્ડ કન્ઝ્યુમર, એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ, કોમ્યુનિકેશન્સ અને ઔદ્યોગિક સાધનો માટે એનાલોગ અને મિક્સ્ડ-સિગ્નલ સેમિકન્ડક્ટર્સનું અગ્રણી US-કંપની છે. આ જાહેરાત નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ખાતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના સીઈઓ...

PM Modi Sanand Semiconductor Plant: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાનંદ ખાતે શરૂ થયેલી CG SEMI OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં કાર્યરત મહિલા કર્મચારીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારતની યુવા શક્તિ દેશને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે. ખાસ કરીને દૂરદરાજના અને આદિવાસી વિસ્તારોમાંથી આવેલી યુવતીઓ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે દેશ માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું. વડાપ્રધાન...

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારતના રક્ષા ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક પ્રગતિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું વાર્ષિક રક્ષા ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1.78 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે 2014-15ની સરખામણીએ લગભગ ત્રણ ગણું વધારે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના સાણંદ, ધોલેરા અને સુરત ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ સાણંદ ખાતે અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાના લોકાર્પણનું રહેશે, જેને ભારતના ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

Rajnath Singh India Transformation: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષ ભારત માટે સૌથી પરિવર્તનકારી સમયગાળો સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર વિકાસના નવા આયામો જ સ્થાપ્યા નથી, પરંતુ દેશની વિચારસરણીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવના કારણે વિશ્વનું ભારત પ્રત્યેનું દૃષ્ટિકોણ પણ બદલાયું છે. નવી દિલ્હીમાં આયોજિત 'NBT ઉત્સવ 2026' કાર્યક્રમમાં સંબોધન દરમિયાન...