
Surat Organ Donation : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન નોંધાયું છે. અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો અંતિમવિધિ માટે પોતાના વતન ઝારખંડ રવાના થયા.

Surat : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓને મોટોરોલા કંપનીની 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવવામાં આવી છે. આ સિસ્ટમના કારણે હોસ્પિટલ કેમ્પસમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વચ્ચે પણ સુરક્ષાકર્મીઓ વચ્ચે 24 કલાક અવિરત સંચાર જાળવી શકાશે.

Surat Civil હોસ્પિટલમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: ‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026’ના અવસરે ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને વિવિધ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અંગદાન અને અંગ...