Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Surat : નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા હવે બની હાઈટેક, 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવાઈ

Surat : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓને મોટોરોલા કંપનીની 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવવામાં આવી છે. આ સિસ્ટમના કારણે હોસ્પિટલ કેમ્પસમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વચ્ચે પણ સુરક્ષાકર્મીઓ વચ્ચે 24 કલાક અવિરત સંચાર જાળવી શકાશે.
Kunjan ShuklaUpdated on: 16 Sep 2026 06:16 PM IST
1 / 5
Gallery Image 1

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓને મોટોરોલા કંપનીની 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવવામાં આવી છે. આ સિસ્ટમના કારણે હોસ્પિટલ કેમ્પસમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વચ્ચે પણ સુરક્ષાકર્મીઓ વચ્ચે 24 કલાક અવિરત સંચાર જાળવી શકાશે.

2 / 5
Gallery Image 2

મળતી માહિતી મુજબ, આ વોકી-ટોકી સિસ્ટમની રેન્જ આશરે 5 કિલોમીટર છે. જેના કારણે હોસ્પિટલના બેઝમેન્ટથી લઈને ટેરેસ તેમજ મજુરા ગેટ સુધી સુરક્ષાકર્મીઓ એકબીજા સાથે સરળતાથી સંપર્કમાં રહી શકશે.

3 / 5
Gallery Image 3

હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ, ઓપરેશન થિયેટર (OT), મેઈન ગેટ અને સ્ટેમ સેલ જેવા સંવેદનશીલ સ્થળો પર વોકી-ટોકી તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં ગણતરીની સેકન્ડોમાં જરૂરી સંદેશો સંબંધિત સુરક્ષાકર્મીઓ સુધી પહોંચાડી શકાશે.

4 / 5
Gallery Image 4

દર્દીઓના સગાઓ વચ્ચે કોઈ પ્રકારનું ઘર્ષણ થાય અથવા હોસ્પિટલમાં અચાનક કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ આ સંચાર વ્યવસ્થા સુરક્ષાકર્મીઓને ઝડપી પ્રતિસાદ આપવામાં મદદરૂપ બનશે.

5 / 5
Gallery Image 5

તબીબી અધિક્ષક અને RMOના માર્ગદર્શન હેઠળ આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ 10 વોકી-ટોકી સેટ ઉમેરવાની પણ તૈયારી કરવામાં આવી છે. આથી નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા અને આંતરિક સંચાર વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.