
Ahmedabad News : અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલા કથિત અયોગ્ય વર્તનના મામલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Jamnagar: ઝારખંડમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડી.કે.વી. સર્કલ ખાતે ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ઝારખંડ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાંચી: ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાંચીમાં 10 ઓગસ્ટે વિધાનસભા ઘેરાવ માટે નીકળેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી ઝપાઝપી, પથ્થરમારો અને હિંસાના મામલે કુલ 600 પ્રદર્શનકારીઓ સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં 100થી વધુ પ્રદર્શનકારીઓને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 500 જેટલા અજાણ્યા પ્રદર્શનકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા...

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ સામે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજની Gen-Z પેઢી ખરેખર અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

પટણા: બિહારમાં NEET મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોના યુવા મોરચા દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. બિહાર પોલીસ મુખ્યાલયે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યભરમાં કુલ 694 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા, જેમાંથી ચકાસણી બાદ 339 વિદ્યાર્થીઓ અને સગીરોને મુક્ત કરવામાં આવ્યા, જ્યારે હિંસામાં સંડોવણી સામે આવતા 355 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 91 પોલીસકર્મીઓ...

શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ બાબતોને સમજવા અને તેની સમીક્ષા કરવા માટે તેઓ સતત બેઠકો કરી રહ્યા છે.