
SMC Raid: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં આવેલા અમી એન્ટરપ્રાઈઝ નામના કારખાના સામેની અવાવરૂ જાહેર જગ્યામાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડામાં દારૂ-બીયર સહિત કુલ રૂ. 32.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Rajkot LCB Liquor Smuggling Hidden Car Compartment: દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવતા બુટલેગરો સામે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા વોચ દરમિયાન પોલીસે ખાસ બનાવેલા ગુપ્ત 'ચોર ખાના'વાળી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે આરોપીઓને દબોચી લીધા છે. ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે વીરપુર પોલીસ મથક હદમાં...

ટીંટોઈ પોલીસ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCBની ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી મારૂતી સ્વિફ્ટ કારનો પીછો કરી નાની ઇસરોલ ગામની સીમમાંથી કારને ઝડપી પાડી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.