
Dussehra: ગાંધીનગરમાં વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કરી તમામને પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફરજ, કર્તવ્યનિષ્ઠા, સંવેદના અને માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.

રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તબીબી બેદરકારીના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા આ વર્ષે અભૂતપૂર્વ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર રથયાત્રા રૂટ પર હજારો પોલીસ જવાનો, ડ્રોન, AI આધારિત CCTV અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 10 IG/DIG સ્તરના અધિકારીઓ, 42 DCP, 93 ACP, 303...

અમદાવાદ: અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈ લેવલ રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP), અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા...