Get News Alerts

Never miss breaking news updates.

Dussehraએ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન, સુરક્ષાકર્મીઓને આપ્યો કર્તવ્યનિષ્ઠાનો સંદેશ

Dussehra: ગાંધીનગરમાં વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કરી તમામને પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફરજ, કર્તવ્યનિષ્ઠા, સંવેદના અને માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 20 Oct 2026 01:23 PM IST
1 / 5
Gallery Image 1

વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું.

2 / 5
Gallery Image 2

મુખ્યમંત્રીએ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કર્યું હતું અને તેમને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી.

3 / 5
Gallery Image 3

વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા મુખ્યમંત્રીએ શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષા તથા ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

4 / 5
Gallery Image 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષાકર્મીઓને ફરજ, કર્તવ્યભાવના અને કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે ફરજની સાથે સંવેદના અને કરુણા જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો.

5 / 5
Gallery Image 5

મુખ્યમંત્રીએ કર્તવ્યપાલનની સાથે માનવીય મૂલ્યોનું જતન અને સત્કર્મો દ્વારા આધ્યાત્મિક ઉન્નતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.