પશુપાલનની પરંપરાગત જવાબદારી સંભાળતી ગ્રામીણ મહિલાઓ હવે સહકારી ડેરી ક્ષેત્રનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહી છે


આર્થિક સ્વાતંત્ર્ય અને અડગ આત્મવિશ્વાસ સાથે આગળ વધતી આ નારીશક્તિ શ્વેતક્રાંતિમાં એક નવી મિસાલ કંડારી રહી છે.

ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા 21 ટકાના વધારા સાથે 4562 પર પહોંચી ગઈ છે.

પરિશ્રમથી માંડીને સંચાલન સુધી આત્મનિર્ભર બનેલી નારીશક્તિ કેવી રીતે ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી રહી છે.

ગામમાં જ મંડળી શરૂ થતાં મહિલાઓનો સંકોચ દૂર થયો છે અને દૂધના નાણાં પણ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે.

રાજ્યના 36 લાખ પશુપાલકોમાં 12 લાખ મહિલાઓ સક્રિય છે, જે રોજના 57 લાખ લિટર દૂધ થકી દૈનિક ₹25 કરોડની આવક મેળવે છે.

બનાસ ડેરીના રોજિંદા 1 કરોડ લિટરથી વધુ દૂધ સંકલનમાં પણ આશરે 2 લાખ બહેનો સીધી ભાગીદારી નોંધાવી રહી છે.

પ્રાથમિક દૂધ મંડળીઓના વહીવટ સાથે જોડાયેલી 80 હજારથી વધુ બહેનો આજે ગ્રામીણ અર્થતંત્રનું નેતૃત્વ કરી રહી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



