
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો વધતો ટ્રેન્ડ હવે અર્થતંત્રના મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં EVનું વેચાણ વર્ષ 2016માં લગભગ 50 હજાર યુનિટ હતું, જે વધીને 2025માં 23 લાખ યુનિટ સુધી પહોંચી ગયું છે. એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં EV વેચાણમાં લગભગ 46 ગણો વધારો નોંધાયો છે.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે નવી EV પોલિસી-2026ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી પોલિસી 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. સરકારનો હેતુ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવતા વાહનોની સંખ્યા ઘટાડીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં વધારો કરવાનો છે. નવી પોલિસી હેઠળ સૌથી મોટો લાભ BS-IV વાહનધારકોને મળશે. જો...