
Anand જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ માસૂમ બાળકીઓના મોતની કરુણ ઘટના સામે આવી છે.

Anand District Jail: આણંદ જિલ્લામાં આજે મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આણંદ જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આણંદ ખાતે યોજાયેલી તિરંગા યાત્રા પૂર્ણ કર્યા બાદ હર્ષ સંઘવી જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા અને જેલ પરિસરની મુલાકાત લીધી હતી.

Tiranga Yatra: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Ketaki Vyas : આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ બાદ તેમની સરકારી કારકિર્દી અને ભૂતકાળના કેટલાક વિવાદો ફરી ચર્ચામાં આવ્યા છે. હનીટ્રેપ કેસમાં તેમની ધરપકડ થયા બાદ હવે તેમની અધિકારી તરીકેની કામગીરી, આણંદમાં પોસ્ટિંગ અને અગાઉ થયેલા વિવાદોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આમાંથી કેટલાક આક્ષેપો અને દાવાઓ અંગે અંતિમ સત્ય તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Anand Vasad Girl Murder Case: આણંદ જિલ્લાના વાસદ નજીક માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી...

Bhupendra Patel Ambali Village Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું. શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીશ્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા. તે સમયે...