તમિલનાડુમાં બનશે ‘વિજય’ સરકાર, કોંગ્રેસ બાદ વધુ ત્રણ પાર્ટીઓએ આપ્યું સમર્થન



ફાઇલ ફોટો
તમિલનાડુમાં બનશે ‘વિજય’ સરકાર, કોંગ્રેસ બાદ વધુ ત્રણ પાર્ટીઓએ આપ્યું સમર્થન



ફાઇલ ફોટો
Tamilnadu Government: તમિલનાડુની રાજનીતિમાં સરકાર બનાવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વિજય થલાપતિને મોટું સમર્થન મળ્યું છે. વામપંથી દળ કોમ્યુનિસ્ટ પાર્ટી, સીપીએમ અને વીકેસીએ ટીવીકેના વિજયને સમર્થન આપ્યું છે. આ સાથે જ વિજયની ટીવીકેની 108 સીટ સાથે મોટી પાર્ટી બની ગઈ છે અને આ સાથે જ તેમને બહુમતનો આંકડો પણ મળી ગયો છે.
કઈ પાર્ટી પાસેથી કેટલી સીટ મળી?
હવે બહુમતીના 118 આંકડાઓની વાત કરીએ તો, વિજય પાસે 108 સીટ છે. પરંતુ વિજય બે સીટ પર જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના સમર્થનથી પાંચ સીટ મળી ગઈ છે. આ રીતે વિજય પાસે 113 સીટનો આંકડો મળ્યો છે. હવે સીપીઆઈના બે ધારાસભ્ય, સીપીએમના બે ધારાસભ્ય અને વીકેસીના બે ધારાસભ્ય વિજયની ટીવીકેની સાથે છે. આ રીતે ચાર દળના સમર્થનથી બહુમતનો આંકડો પાર થયો છે, જો કે તેનાથી પણ વધી ગયો છે.
TVK - 108
INC - 5
CPI - 2
CPM - 2
VCK - 2
Total - 119
ઉલ્લેખનીય છે કે, થલાપતિ વિજય હવે ચાર રાજનૈતિક દળના સહયોગથી સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમને હવે ચાર અન્ય દળોનું સમર્થન મળ્યું છે. જાણકારી પ્રમાણે, આધારવ અર્જુન પટ્ટિનક્કમ સ્થિત વિજયના નિવાસસ્થાને મુલાકાત થઈ હતી. ત્યારે સીપીઆઈની વર્કિંગ કમિટીની બેઠકમાં ટીવીકેને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીપીઆઈ અને વીસીકેનું સમર્થન પણ મળ્યું
આ સિવાય સીપીઆઈ-એમની રાજ્ય કમિટીની બેઠકમાં વિજયની પાર્ટીને સમર્થન આપવા માટે સહમતિ સધાઈ છે. ત્યારે સૂત્રો પ્રમાણે, વિદુથલાઈ ચિરુથૈગલ કાચીએ પણ TVKને સમર્થન આપવા માટે હા પાડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ દળોના નેતા સાંજે 4.30 વાગ્યે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રેસ કોન્ફરન્સમાં વિજયને સમર્થન આપવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. તમિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ વચ્ચે આ ઘટનાક્રમ સરકાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.




